દાદરા ગ્રામ્ય વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત બન્યા મરચાંની ખેતી દ્વારા આર્થિકરીતે સધ્ધર
Live TV
-
સંઘ પ્રદેશ સેલવાસના દાદરા ગ્રામ્ય વિસ્તારના યુવાન પ્રગતિશીલ ખેડૂત અશોક પટેલે 5 એકર વિસ્તારમાં મરચાની ખેતી કરી છે. તેઓએ મરચાની ખેતીથી પોતાની આર્થિક આવક બમણી કરી, સાથે જ ગામની 30 થી વધુ મહિલાઓને સ્થાનિક રોજગારી પુરી પાડી પ્રધાનમંત્રીના આહવાન આત્મનિર્ભર તરફ પ્રયાણ કરી ભાગીદારી નોંધાવી છે. પહેલા એમની ખેતી આકાશી વરસાદ આધારિત હતી.
ચોમાસામાં ડાંગર સિવાય કોઈ ખેતી થતી ન હતી હાલ એમણે ટપક પદ્ધતિ અપનાવતા હોવાથી વર્ષમાં 2 પાક લઇ શકે છે જેના કારણે એમની આવક બમણી થઈ છે.