સુરેન્દ્રનગર-વઢવાણના રાયતા મરચાના ગૃહ ઉદ્યોગ થકી 50 થી વધુ મહિલાઓ બની આત્મનિર્ભર
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના રાયતા મરચાનો સ્વાદ વિદેશમાં પહોંચવાની સાથે મરચાના ગ્રુહ ઉધોગ થકી ૫૦થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે. વઢવાણ પંથક ખાતે શિયાળામાં ઉત્પાદન થતાં મરચાની ખૂબ માંગ છે ત્યારે આ મહિલાઓ ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરે છે.
મરચાની કિંમત કરતા પાંચ ગણો કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા, દુબઇ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઓ મરચા મંગાવે છે. આ મરચાના ઉધોગ સાથે અંદાજે 50 થી વધુ મહિલાઓ જોડાયેલી છે જે દૈનિક 250 કિલોથી વધુ ઉત્પાદન અને વેચાણ કરે છે. શિયાળાની સિઝન દરમિયાન અંદાજે કુલ 5,000 કિલો જેટલા મરચાનું વેચાણ કરવામાં આવે છે.