Skip to main content
Settings Settings for Dark

આવ્યો અવસર લોકશાહીનો: મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન

Live TV

X
  • મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

    મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. જિલ્લામાં મતદાર યાદીમાં વધુમાં વધુ નામ નોંધણી થાય તથા આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉદ્દેશ્ય સાથે મહીસાગર જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જ્ઞાનજ્યોતિ વિદ્યાલય નવાગામ પાલ્લા શાળાના બાળકો અને સ્ટાફગણ સાથે ગામમાં મતદાર રેલી કાઢી મતદાન માટે જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા.મતદાન જાગૃતિ માટે સૂત્રોચાર પણ કરવામાં આવ્યા તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસે મતદાન માટેના સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply