Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Live TV

X
  • આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની ટો ટ્રીપ ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. 

    જેની વિગતો નીચે મુજબ છે.

    ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (બે ટ્રીપ)

    ટ્રેન નંબર 09403 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 24 માર્ચ, 2024ના રોજ સવારે 07:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 19:30 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09404 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દાનાપુરથી સોમવાર, 25 માર્ચ, 2024ના રોજ બપોરે 22:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 10:15 કલાકે અમદાવાદ પહોંચશે.

    રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, ચલધન, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને અરાહ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી સ્લીપર ક્લાસ અને જનરલ કોચ રહેશે.

    ટ્રેન નંબર 09403 નું બુકિંગ તમામ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ઓપરેટિંગ સમય, સ્ટોપ અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે  www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકો છો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply