એક્સિડન્ટ થયા પછી ઇજા થવા છતાં મતદાનની પવિત્ર ફરજ પૂર્ણ કર્યાનો સંતોષ વ્યક્ત કરતાં ટિંટોડાના બે યુવાનો
Live TV
-
મતદાન કરવામાં યુવાનો પણ ક્યાંય પાછળ નથી. હવે દરેક પોતાના મતની કિંમત સમજે છે. એટલે જ કોઈપણ પરિસ્થિતિમાં પોતાના મતના મૂલ્યને સમજી, મતકુટીર સુધી પહોંચી પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવે છે.
ટીંટોડા ગામના બે યુવાનો એટલે સાહિલ ઠાકોર અને કલ્પેશ ઠાકોર જેમને હાથ પગ પર વાગવાના નિશાનો અને મિત્રોના ટેકાથી ચાલતા આ યુવાનોને ગઈકાલે રાત્રે એકસીડન્ટ થતા તેમને આ ઈજાઓ પહોંચી હતી. સવારમાં મતદાન કરવા આવી શકીશું કે નહીં તેની પણ ખબર ન હતી. પરંતુ મનમાં ગાંઠ વાળી હતી કે મતદાન એ આપણી ફરજ છે, અને એ ચૂકવાની નથી. અને આવી પરિસ્થિતિમાં પણ તેઓ મિત્રોની મદદથી મતદાન કરવા પહોંચ્યા હતા. અને પોતાની આ પવિત્ર ફરજ પૂર્ણ કર્યાનો સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ એક સંદેશ પણ આપ્યો હતો કે જેને પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ફરજની સમજણ છે તેના માટે કોઈ પણ મર્યાદા અડચણ નથી બનતી.