સુરતના બે આરોપીને ચેઈન સ્નેચીંગના ગુનામાં ઝડપી લેતી વ્યારા પોલીસ
Live TV
-
તાપીના વ્યારા પોલીસે, સુરતના બે આરોપીને ચેઈન સ્નેચીંગના ગુનામાં ઝડપી લીધા છે. વ્યારા શહેરના તળાવ રોડ નજીક બાઇક પર આવી વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ કરી ફરાર થયા હતા. ઝડપાયેલા રવિ ગોરાવા અને ઈરફાન પઠાણ નામના આરોપીઓ સુરતના છે અને રીઢા ગુનેગાર હોવાનું જાણવા મળ્યુ છે. અત્યાર સુધીમાં બન્ને આરોપીઓએ કુલ 8 ચેઈન સ્નેચીંગની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. રવિ ગોરાવા વિરૂદ્ધ નવસારી જિલ્લામાં 5 ગુના નોંધાઈ ચૂક્યા છે.