Skip to main content
Settings Settings for Dark

એનીમેટ આધારિત વીડિયો કન્ટેન્ટ શાળાઓમાં પૂરુ પડાશે

Live TV

X
  • વિધાનસભામાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અને માઘ્‍યમિક શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ અંતર્ગત ધોરણ-૧ થી ૧૦માં એનીમેટેડ ઈ-કન્‍ટેન્‍ટ તેમજ વર્ગખંડ આધારિત વિડીયો કન્‍ટેન્‍ટ પૂરું પડાશે.તેમજ કેન્‍દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ભારતના તમામ રાજ્યોની શિક્ષણની કામગીરીને ઘ્‍યાને રાખી અપાતા પર્ફોમન્‍સ ગ્રેડીંગ ઈન્‍ડેક્ષમાં કેટલાક મહત્‍વના ઇન્‍ડીકેટરના લર્નિગ આઉટકમ્‍સ અને ગુણવત્તામાં રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮૦ માંથી ૧પર, શિક્ષણની ઉપલબ્‍ધતામાં ૮૦માંથી ૭૩, ભૌતિક સુવિધાઓમાં ૧પ૦માંથી ૯૯, શિક્ષણની સમાન તકોમાં ર૩૦માંથી ર૦૭, શિક્ષણ સંચાલન પ્રક્રિયામાં ૩૬૦માંથી ર૭૯ સ્‍કોર મેળવી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્‍થાને રહયું છે. જયારે આ પાંચેય ઈન્‍ડીકેટરની સરેરાશના આધારે ગુજરાતને સમગ્ર દેશમાં ત્રીજૂ સ્‍થાન પ્રાપ્‍ત થયું હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું.
    સાથે જ તેમને જણાવ્યું કે, ગ્રીન યોર સ્‍કૂલ અંતર્ગત રાષ્‍ટ્રિય કક્ષાએ ભરૂચ અને ડાંગ જિલ્‍લાની સરકારી પ્રાથમિક શાળાઓએ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવી ગ્રીન સ્‍કૂલનો એવોર્ડ મેળવ્‍યો છે.તેમજ શિક્ષણમાં ગુણાત્‍મક સુધારણાના પ્રયાસોના પરિણામે છેલ્‍લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી સરકારી શાળાઓમાં ૩ લાખ થી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો હોવાનું જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply