ખેતી કરીને પણ સેવા કરી શકાય...
Live TV
-
તાપી જિલ્લામાં માત્ર સાત વીંઘા જેટલી જમીનમાં અનેક જાતોના ફળ, શાકભાજી, તેજાના અને ઔષધીય પાકોનું ઉત્પાદન કરી તેમાંથી કમાણીની કરીને સાથોસાથ સમાજસેવા કરીને એક સુશિક્ષિત ખેડૂત, સમાજ અને ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં વારસાઈમાં મળેલ જમીનમાં બીએસસી ડેરી ટેક્નોલોજીના પદવીધારી 60 વર્ષથી વધુ ઉંમરના તનસુખભાઈ શાહે સુમુલ ડેરીની નોકરી છોડીને ખેતીવાડી ક્ષેત્રે ઝમ્પલાવ્યું હતું. માત્ર સાત વીંઘા જેટલી જમીનમાં ફળો, શાકભાજી, ઔષધીય તેમજ તેજાનાની સફળતા પૂર્વક ખેતી કરી રહ્યા છે. તેઓ આસપાસના ગ્રામજનોને ઔષધીય વૃક્ષો થકી ઉપચાર કરી એક સમાજસેવાનું ઉમદા કાર્ય પણ કરી રહ્યા છે.
તનસુખભાઇને પોતાના વારસાઈમાં મળેલ જમીનને વિકસીત કરી 12 જેટલી અલગ અલગ જાતના આંબાના વૃક્ષોની સાથે કલમોનું જતન કર્યું, તેમાં સફળતા મળતા અને સારી એવી આવક મળવાનું શરૂ થતા તેમણે આંતરપાક તરીકે શાકભાજી, તેજાના અને ઔષધીય વૃક્ષોનું જતન કર્યું. એમની આ પ્રવૃત્તિ ખેડૂતો માટે એક પ્રેરણાદાયક બની છે અને એમના આ પ્રયાસને કૃષિ ક્ષેત્રના નિષ્ણતો એ પણ વખાણ્યો છે.