જગદીશાનંદજી મહારાજનો 65માં જન્મોત્સવ ઉજવાયો
Live TV
-
બે દિવસ ચાલતા કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
રંગ અવધુત મહારાજની સેવામાં 7 વર્ષની ઉંમરથી તેમની સાથે રહેનારા તેમના શિષ્ય જગદીશાનંદજી મહારાજનો 65માં જન્મોત્સવ ગઇકાલે સોલાભાગવત ખાતે યોજાયો હતો. બે દિવસ ચાલતા કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પહેલા દિવસે સાઇરામ દવેનો ડાયરો યોજાયો હતો. જેમાં લોકગીતોની લોકોએ મજા માણી હતી. તેમજ જગદીશાનંદજીનો ભવ્ય વરઘોડો પણ યોજાયો હતો. ગઇકાલે એક હજાર આંઠ કિલો ખીચડીનો પ્રસાદ અને મહાપ્રસાદનો લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે જગદીશાનંદજી મહારાજે જણાવ્યું હતું કે રંગઅવધુત મહારાજે અનેક સેવાકીય પ્રવૃત્તીઓ કરી હતી. જેને અમે આગળ વધારીએ છીએ.