નર્મદાનું પાણી ઘટતા દર્શન માટે ભકતોની લાગી ભીડ
Live TV
-
પૌરાણિક શિવ મંદિર 18 વર્ષ બાદ 30 ફુટ દેખાયું.
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન છે. ઉનાળાની શરૂઆત થતા જ આ વર્ષે નર્મદા નદીમાં પાણીનું સ્તર નીચે જતાં સંકટ ઊભું થયું છે. તો બીજી બાજુ પાણીનું સ્તર નીચે જતાં પાણીમાં ડૂબેલ શિવ મંદિર 30 ફૂટ જેટલું બહાર આવતા ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા હાફેશ્વર ખાતે અતિ પૈરાણીક શિવ મંદિર આવેલુ છે. સરદાર સરોવર બનાવતા નર્મદાનું જળ સ્તર ઉપર આવ્યું અને શિવ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. સરકારે બહાર શિવમંદિર બનાવી તો આપ્યું છે. પરંતુ પૌરાણીક મંદિર પાણી માંથી બહાર આવ્યું છે ત્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્ર ના ત્રિવેણી સંગમ પર આવેલા આ મંદિર પર .ભાવિક ભક્તો બોટ દ્રારા મંદિર ના દર્શન માટે પહોચી આવી રહ્યા છે .સતત ઘટી રહેલા પાણીને લઈ અધિકારીઑ પણ ચિંતામાં મુકાયા છે. કવાંટના તાલુકા વિકાસ અધિકારી પણ મંદિરની મુલાકાતે દરમિયાન જણાવ્યું હતું કે નર્મદાનું પાણી 50 ફુટ જેટલું ઉતરી જતા મંદિર આજે 30 ફુટ જેટલું બહાર આવી ગયું છે.