Skip to main content
Settings Settings for Dark

વિશ્વના કલ્યાણ અર્થે નર્મદાની કરી પદયાત્રા

Live TV

X
  • પહેલા પણ તેમણે વિશ્વ કલ્યાણ અર્થે પાંચ વાર શનિ સિંગણાપુરની પણ યાત્રા કરી.

    વિશ્વના કલ્યાણ અર્થે ધનસુરા ગામના રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પુરણશરણદાસજી મહારાજે ૩૨૦૦ કિ.મી.ની નર્મદાની પદયાત્રા પૂર્ણ કરી છે. જેમાં તેમની સાથે અનેક ભક્તો પણ જોડાયા હતા. આ યાત્રા પૂર્ણ કરીને તેઓ ધનસુરા પધારતા ગ્રામવાસીઓએ અને ભક્તોએ તેમનું ઉલ્લાસ ભેર સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત નર્મદાજીની પરિક્રમા પૂર્ણ કરતા આજે સમાપનના કાર્યક્રમમાં ધનસુરા ગઢીમાતાજીના મંદિરે ૧૦૦૮ કન્યા પૂજન અને સંત આશીર્વચનનું આયોજન કરાયું હતું. આ તકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના ગામના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેમણે વિશ્વ કલ્યાણ અર્થે પાંચ વાર શનિ સિંગણાપુરની પણ યાત્રા કરી છે. તેમજ અંબાજી સુધીની દંડવત યાત્રા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply