અમરેલીમાં પપૈયાનું મબલક ઉત્પાદન
Live TV
-
કૃષિની નવી નવી પદ્ધતિ અપનાવી પોતાની ખેતીને સમૃદ્ધ બનાવી નવી જાતના પાકને બાગાયતી માર્ગદર્શનથી સફળતાપૂર્વક ખેતી કરી નિકાસ પણ મોટા પાયે કરી રહ્યા છે.
અમરેલી જિલ્લોમાં પાણી માટે ભલે બહુ ફળદ્રુપ નથી, પરંતું અવનવા પાક માટે જરૂર જાણીતો છે. અહીંના ઉદ્યમી ખેડૂતો આગવી સૂઝ અને સમાજ સાથે બાગાયતી પાકોના માર્ગદર્શન સાથે નવા ઉત્પાદનો માટે પ્રયોગ કરતા રહે છે અને સફળતાને પણ વરે છે.અમરેલીના ફાચરિયા ગામના ચંદુભાઈ વડાલિયા આવા જ ઉદ્યમી ખેડૂત છે. જેઓએ સાત વીઘામાં પોપૈયાં વાવી, લંબેઝુંબે પાકની જેમ જ નાણાં ઝાડ પરથી ઉતારે આવ્યા છે.
પાણીની ભલે અછત હોય,પણ અમરેલી જિલ્લામાં પાક મબલક ઉતરે છે. ઓછા પાણીએ પણ કૃષિની નવી નવી પદ્ધતિ અપનાવી ખેડૂતો પોતાની ખેતીને તો સમૃદ્ધ બનાવે જ છે સાથે જ નવી જાતના પાકને બાગાયતી માર્ગદર્શનથી સફળતાપૂર્વક ખેતી કરી નિકાસ પણ મોટા પાયે કરે છે. ફાચરીયાના ચંદુભાઇએ સાત વિધા ખેતરમાં લગભગ 3800 જેટલા પોપૈયાના વૃક્ષો વાવી, મધમીઠા પોપૈયાની નિકાસ છેક ચંદીગઢ -હરિયાણા સુધી કરે રહ્યા છે.
ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી થતી ખેતી અને બાગાયતી માર્ગદર્શન દ્વારા ખેતી તો સમૃદ્ધ થાય જ છે સાથે ખેડૂતને આર્થિક સધ્ધરતા આપવા બાગાયતી વિભાગ નવી નવી યોજનાઓ થકી ખેડૂતને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. પરિણામે સમૃદ્ધ ખેતી તો ખુશહાલ ખેડૂતની સ્થિતિ છે. તો જથ્થાબંધ રીતે માલ ખરીદવા હરિયાણા -ચંદીગઢના વેપારીઓ છેક અમરેલી આવી ટ્રક ભરીને માલ લઇ જાય છે
પોતાની ખેતપેદાશની સીધી નિકાસથી ખેડૂતોને તો આર્થિક ફાયદો જ થાય છે સાથોસાથ ઊંચી ગુણવતાના માળથી વ્યાપારીઓને સાખ વધે છે અને બે-પાંચ પૈસા તેઓ ગ્રાહકો પાસ્રેથી પણ કમાય છે. પણ મૂળ મુદ્દો ગુણવતાનો છે. જે ગ્રાહક-વ્યાપારી અને ખેડૂતના માલ પર નિર્ભર રાખે છે.