જૂનાગઢમાં સંત પરંપરા અને સ્થાનકો ઉપર બે દિવસીય કાર્યશાળા
Live TV
-
પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ ચારણી સાહિત્ય પર આપ્યું વકતવ્ય.
જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના યજમાન પદે અલગઅલગ સંત પરંપરા અને સ્થાનકો ઉપર બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આજે પંચાલ અને રવિભાણ પરંપરા તથા સ્થાનકો ઉપર નિરંજન રાજ્યગુરૂ તેમજ કવિ દલપત પઢિયારે પોતાના લોકસાહિત્યસભર વિચારો રજૂ કર્યા હતો. ડો. બળવંતજાની સંતસાહિત્ય પર પ્રવચન આપવાના છે. જ્યારે પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ ચારણી સાહિત્ય પર વકતવ્ય આપ્યું હતું. આ કાર્યશાળા કુલપતિ ડો. જે.પી.મૈયાણીના અધ્યક્ષપદે યોજાયેલ છે.