ભાવનગર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો
Live TV
-
ડ્રીલ, શસ્ત્ર તાલીમ, એરો મોડલીંગ, શીપ મોડલીંગ અને ફાયરીંગ જેવી તાલીમ સફળ રીતે ઉત્તીર્ણ કરી હોય તેમને "સી " સર્ટીફિકેટ અપાય.
ભાવનગર યુનિવર્સિટીના હોલ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના એનસીસી કેડેટ્સને "સી" પ્રમાણપત્ર પદવીદાન સમારોહ યોજાઇ ગયો હતો. જેમણે NCCમાં ડ્રીલ, શસ્ત્ર તાલીમ, એરો મોડલીંગ, શીપ મોડલીંગ અને ફાયરીંગ જેવી તાલીમ સફળ રીતે ઉત્તીર્ણ કરી હોય તેમને "સી " સર્ટીફિકેટ અપાય છે. આ પદવીદાન સમારોહ મેજર જનરલ ડો. સુભાષચંદ્ર શરણ, એડીજી NCC ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારોહમાં ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર અને કચ્છના કુલ 558 જેટલા કેડેટ્સને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બોય કેડેટ્સમાં વિવેક કોહાલિયા અને ગર્લ કેડેટમાં ભુદાની બેરા પ્રથમ સ્થાને આવ્યા હતા.