Skip to main content
Settings Settings for Dark

ચાચર ચોકમાં અંબાજી ઉત્સવનો પ્રારંભ, લોકકલાઓ રજૂ  કરાઈ 

Live TV

X
  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજી ખાતે અંબાજી ઉત્સવ યોજાયો હતો. 

    અંબાજી મંદિરના વહીવટદાર તથા ડેપ્યુટી કલેકટર સુરેન્દ્રસિંહ ચાવડાએ ચાચરચોકમાં આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના વિવિધ વિસ્તારોની કોલેજો- શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કલાવૃંદ દ્વારા વિવિધ રંગારંગ પારંપરિક લોક કલાઓ રજૂ કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ લ્હાવો લીધો હતો. 

    અંબાજી ઉત્સવ કાર્યક્રમમાં વિવિધ 13 જેટલી કૃતિ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમો થકી લોકોમાં ભક્તિનો માહોલ જાગે અને નવોદિત કલાકારોમાં છુપાયેલી કલા પણ નીખરે તેના માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply