જાણો, વિવિધ સ્થળો પર યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાનની કામગીરી વિશે
Live TV
-
દાહોદ જિલ્લો
ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકો માહિતગાર બને અને વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલ સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો રથ દાહોદ જિલ્લામાં પરિભ્રમણ કરી રહ્યો છે.છેવાડાનો નાગરિક વિકાસથી વંચિત ન રહે તે માટે ભારત સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી વિવિધ યોજનાઓના અમલીકરણ માટે ગામડાઓમાં અમલીકરણ અધિકારીઓ પહોંચ્યા છે. જેના લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની યોજનાઓને આવરી લેવામાં આવી છે. આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જનકલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.જામનગર
વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જામનગર જિલ્લામાં મળતો બહોળો પ્રતિસાદ,ઠેરઠેર ગ્રામજનો દ્વારા વિકસિત ભારત રથનું ભવ્ય સ્વાગત કરાયું.
જામનગર જિલ્લાના અનેક ગામોમાં રથ મારફતે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ,લાભાર્થીઓને મળેલા લાભો અંગે ફિલ્મ બતાવાય અને લાભાર્થીઓને લાભ એનાયત કરી ભારત દેશને આગળ ધપાવવા અંગે શપથગ્રહણ કરવામાં આવ્યા.
પાટણ
સિદ્ધપુર તાલુકાના નાગવાસણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ગામવાસીઓને સરકારશ્રીની યોજનાઓની માહિતી સહ લાભ આપવામાં આવ્યો.
પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યાત્રાનું ગામેગામ સન્માન થઈ રહ્યું છે. જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામમા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામવાસીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આરોગ્યના કેમ્પનો લાભાર્થીઓ લાભ લીધો હતો. આ સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓએ આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ પણ નિકાલ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી જન આવાસ યોજના, આધારકાર્ડ, પોષણ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના જેવી સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, DRDA નિયામક આર.કે.મકવાણા ઉપરાંત પદાધિકારીઓ, ગામના આગેવાનો સહિત ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી
સમગ્ર ગુજરાતમાં વિકસિત સંકલ્પ ભારત યાત્રા ભ્રમણ કરી રહી છે. મોરબી જિલ્લામાં પણ દરરોજ 3 રથ દ્વારા ગામે ગામ સરકારની 17 જેટલી લોક કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરાઈ રહ્યા છે અને યોજનાના લાભથી લોકોને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. વિકસિત સંકલ્પ ભારત યાત્રા જે ગામડાઓમાં પહોંચે ત્યાં વિવધ સ્ટોલો ઉભા કરી રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
હેલ્થ કેમ્પ અંતર્ગત ઘણા બધા રોગો અને તેના ઉપચાર વિશે નાગરિકોને ઉપયોગી જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. કેમ્પમાં ટી.બી.રોગના નિષ્ણાંતો દ્વારા ગ્રામજનોને ટી.બી. રોગના લક્ષણો, ટી.બી.રોગનું નિદાન, ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ડોટ્સની નિયમિત સારવાર અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી રહી છે.
બે અઠવાડિયાથી ઉધરસ આવતી હોય, છાતીમાં દુખાવો થતો હોય, ભૂખ ઓછી લાગતી હોય, ગળફામાં લોહી આવતું હોય, જીણો તાવ આવતો હોય, વજન ઘટતું હોય વગેરે ટી.બી.રોગના લક્ષણો છે. આમાંથી કોઈ પણ લક્ષણ જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઇએ.
ટી.બી.ના દર્દીએ ઉધરસ કે છીંક આવે ત્યારે મોં પર રૂમાલ કે કપડું રાખવું જોઈએ. જંતુનાશક દવા નાખેલ થુંકદાનીમાં જ થુકવું જોઈએ. ગળફાને ઊંડા ખાડામાં દાટવા જોઈએ. નવજાત શિશુને ટી.બી. થી બચાવવા બી.સી.જી. ની રસી મુકાવવી જોઇએ. ટી.બી.નું નિદાન અને સારવાર આરોગ્ય કેન્દ્રમાં તદન મફત ઉપલબ્ધ છે. નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટી.બી. રોગીઓને સારવારના સમયગાળા દરમિયાન માસિક 500 રૂ. પોષ્ટિક આહાર માટે સહાય આપવામાં આવે છે.
ટી.બી.ની અનિયમિત કે અપુરતી સારવારથી હઠીલો ટીબી થઈ શકે છે. ડોટ્સની નિયમિત સારવાર લેવાથી ટીબી ચોક્કસ મટી શકે છે. ટી.બી. દર્દીના ગાઢ સંપર્કમાં રહેતા વ્યક્તિઓએ ટી.બી. ના ચેપ અંગે નિદાન કરાવવું ખૂબ જરૂરી છે. નાગરિકોએ નિક્ષય મિત્ર બની ટી.બી.ના દર્દીઓને સહારો આપી ટી.બી. નિર્મૂલનમાં સહભાગી બનવું જોઈએ. વધુ માહિતી માટે જિલ્લા ક્ષય કેન્દ્ર ,મોરબી તેમજ હેલ્પ લાઇન નં. 1800116666 પર સંપર્ક કરી શકાય છે.