Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં કડિયા કામ કરતા પિતાના પુત્રએ UPSC પરિક્ષામાં ઉતીર્ણ થઈ જામનગરનું નામ રોશન કર્યું

Live TV

X
  • કોઈ પણ પ્રકારના કોચિંગ વગર ત્રીજા પ્રયાસે UPSCમાં મેળવી સફળતા

    જામનગરમાં કડિયા કામ કરતા પિતાના પુત્રએ જામનગરનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં આવેલા UPSC 2023 પરિણામમાં જામનગરના આકાશ ચાવડા ઉત્તીણ થયા છે. આકાશ ચાવડા હાલ જામનગર જીએસટી વિભાગમાં ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા છ વર્ષથી UPSC ની તૈયારી કરતા હતા. કોઈ પણ કલાસીસ વગર જાત મહેનતથી પરિક્ષામાં ઉત્તીણ થયા છે. હાલ આ પરિણામના પગલે નાના એવા પરિવારમાં પણ ભારે ખુશીનો માહોલ છે.

    તાજેતરમાં જ UPSC ફાઇનલનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતના 25 સહિત દેશના 1016 ઉમેદવારોના ઉતીર્ણ થયા છે.

    આકાશ ચાવડાએ લાંબા સંઘર્ષ બાદ તેઓએ GPSCની પરીક્ષા પાસ કરી હતી.જેમાં સુપર ક્લાસ થ્રીના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા. આ બાદ હાલમા જ લેવાયેલી GPSCની પરીક્ષા પણ તેઓ પાસ કરી આસિસ્ટન્ટ કમિશનર તરીકે જોડાવાના હતા. આજે પણ ખૂબ નાના મકાનમાં રહી તેઓ અભ્યાસ અને નોકરી સાથે કરતા હતા. તેઓએ યુપીએસસીની પરીક્ષા પોતાના ગામડે એક પણ પ્રકારના ટ્યુશન વગર કરી હતી. સેલ્ફ પ્રિપેરેશનથી જ તેઓએ આ સફળતા હાંસલ કરી છે. સૌથી સર્વોચ્ચ ગણાતી પરીક્ષામાં સફળતાનો સ્વાદ માણવામાં તેમને અનેક વખત નિષફળતા પણ મળી છે. પ્રથમ પ્રયાસમાં તેઓ મેન્સ પરીક્ષામાં ફેલ થયા હતા. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેઓ ઇન્ટરવ્યૂમાં ફેલ થયા હતા અને આ ત્રીજા પ્રયાસ છે તેઓએ સફળતા મેળવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply