જૂનાગઢના રૂપાયતન ખાતે નરસિંહ પર્વની ઉજવણી
Live TV
-
બે દિવસ દરમિયાન અલગ અલગ સત્રમાં જાણીતા કવિઓ અને સાહોત્યકારો માતૃભાષાની કરશે વંદના.
ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતાની કવિતા અને વિવિધ રસદર્શનથી ભરપૂર સર્જનોના રસાસ્વાદ કરાવતા નરસિંહ પર્વ-2 નો જૂનાગઢના રૂપાયતન ખાતે પ્રારંભ થયો છે. બે દિવસ દરમિયાન અલગ અલગ સત્રમાં જાણીતા કવિઓ અને સાહોત્યકારો માતૃભાષાની વંદના કરશે.
આજે સવારે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ આ પર્વનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રથમ ચરણમાં કવિ વિનોદ જોશી અને જવાહર બક્ષીએ નરસિંહના તત્વજ્ઞાન અને આધ્યાતિમ્કતા ઉપર વિચારો રજુ કર્યા હતા. નરસિંહ પર્વ અંતર્ગત દલપત પઢીયાર, મનોજ રાવલ, માર્ગી હાથી, નિરંજન રાજ્યગુરુ સહીત સાક્ષરો પોતાની અભયાસુ વાણીનો લાભ આપશે. રૂપાયતનના મેનેજીંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ જણાવ્યું હતું કે આ પર્વ અંતર્ગત સવાસો વર્ષ પહેલા પ્રકાશિત થયેલા ચાર પુસ્તકોનું પુન લોકાર્પણ કરવામાં આવ્યું છે.