સમાજ માટે યોગદાન આપનાર મહિલાઓને 'નારી શક્તિ પુરસ્કાર'
Live TV
-
એક દેવીની તાકાતમાંથી સર્જાયેલા એકાવન શક્તિપીઠો નારીશક્તિની પૂજનીયતા અને પરાક્રમનો દાખલો બેસાડે છે : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
વિશ્વ મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે બેટી બચાવો મહિલા સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો આરંભ કરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતું કે એક દેવીને થયેલા અવગણના અને અન્યાય બોધમાંથી એકાવન શક્તિપીઠોનો ઉદ્દભવ નારી શક્તિની પૂજનીયતા અને પરાક્રમનો દાખલો છે. દેશની સર્વોચ્ચ અદાલતે મહિલાઓના અધિકારોની પણ ચિંતા કરી છે. રાજ્ય સરકારે મહિલા કલ્યાણની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે મહિલાઓ પોતાની શક્તિઓને ઓળખે તેનો પોતાના અને પરિવારના કલ્યાણ માટે વિનિયોગ કરેએ સમયની માંગ છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ, સાંસદ અને મેયર તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષ સહિત પદાધિકારીઓના હસ્તે નારી શક્તિ અને માતા યશોદા પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મિશન મંગલમ યોજના હેઠળ ધનતેજ અને વેજપુરના સખી મંડળોને પ્રત્યેકને રૂ.એક લાખની કેશક્રેડીટના ચેક્સ તથા માનવ ગરીમા યોજના હેઠળ દિપીકાબહેન રાવળ અને ઉમા બહેન વાળંદને બ્યુટી પાર્લર વ્યવસાય શરૂ કરવા માટે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિધાનસભા અધ્યક્ષ તથા મહાનુભાવોએ મહિલા કલ્યાણ યોજનાઓ અને આયોજનોની વિગતવાર જાણકારી આપતી સક્ષમ મહિલા-સશક્ત ગુજરાત પુસ્તિકાનું વિમોચન કર્યુ હતુ.