તમારી રેલવે ટિકિટ પર હવે તમારા પરીવારના લોકો પણ મુસાફરી કરી શકશે
Live TV
-
રેલવે પ્રવાસીઓને રાહત આપતાં ભારતીય રેલવેએ પોતાની કન્ફર્મ ટિકિટ બીજાને ટ્રાન્સફર કરવા આપી મંજૂરી.
કન્ફર્મ ટિકિટને અન્વયે ટ્રાન્સફર કરવા માટે સરકારી કર્મચારીએ 24 કલાક પહેલાં જાણ કરવી પડશે. અર્થાત તમારી પાસે રેલવેની કન્ફર્મ ટિકિટ હોય, પરંતુ તમારી ટીકિટ પર કોઈ અન્ય સગાને પ્રવાસ કરાવવા ઈચ્છતા હોવ તો તે હવે સંભવ બન્યું છે. રેલવે વિભાગે આ માટે માર્ગદર્શિકા જારી કરી છે. મહત્વના સ્ટેશનના મુખ્ય રીઝર્વેશન નિરીક્ષકને રેલવે ટિકિટ ટ્રાન્સફર કરવાની સત્તા આપવામાં આવી છે. તમારી ટીકિટ તમારા પરિવારના સભ્યને જ ટ્રાન્સફર કરી શકાશે.