Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડવાન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન

Live TV

X
  • કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ખેતીક્ષેત્રે ભારતને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડશે-આર.સી.ફળદુ

    જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે આધુનિક શિક્ષણ મળી રહે એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડવાન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે યોજાયું હતુ. શ્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે , કૃષિ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે વિધાર્થીઓની વિદ્યા શક્તિ માં પૂરક ઉમેરો થશે. તેમણે આધુનિક સાધનો, રિમોટ સેન્સિંગ ટેકનોલોજી થી સજ્જ આ લેબોરેટરી વિદ્યાર્થીઓને તેના ઉચ્ચ શિક્ષણ માટે મદદરૂપ બનશે એમ જણાવ્યું હતુ.મંત્રી એ આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૫ થી શરૂ કરવામાં આવેલ કૃષિ મહોત્સવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ દ્વારા કૃષિ ક્ષેત્રે અનેક પરિવર્તન આવ્યા છે. કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો એ ગામડે-ગામડે પહોંચી ખેડૂતોને પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.જેના પરિણામે ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે. તેમણે વધુમાં જણાવયું હતું કે, કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત ખેતીક્ષેત્રે ભારતને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply