ડાંગમાં સોળે કળાએ ખીલી પ્રકૃત્તિ
Live TV
-
વઘઇ, આહવા, સુબિર અને સાપુતારા સહિત વિસ્તારોમાં વરસાદ વરસતા ઠેર-ઠેર નાના-મોટા ઝરણાંઓ વહેતા થયા
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી જતા સર્વત્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઇ છે. છેલ્લાં 24 કલાક દરમિયાન ડાંગ જિલ્લાનાં વઘઇ, આહવા, સુબિર અને સાપુતારા સહિત પૂર્વપટ્ટી તેમજ સરહદીય વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસતા ઠેર-ઠેર નાના-મોટા ઝરણાં વહેતા જોવા મળી રહ્યા છે. ડાંગની લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં પાણીની સારી એવી આવક તેમજ ગીરા ધોધના સૌમ્ય સ્વરૂપના કારણે હાલ ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જો કે અહીં આવતા પ્રવાસીઓ માટે ડાંગ વહીવટી તંત્ર દ્વારા ધોધ પાસે કે અન્ય રસ્તામાં આવતા જળધોધ પાસે સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.