છોટા ઉદેપુર જિલ્લામાં પ્લગ નર્સરીની શરૂઆત
Live TV
-
30 લાખની સહાયથી જિલ્લાના કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતેથી પ્લગ નર્સરી કરાઈ કાર્યરત, આધુનિક પધ્ધતિથી ઉછરેલા ધરું મળતા ખેતીમાં મળશે સારું ઉત્પાદન
છોટાઉદેપુર જિલ્લામાં પ્લગ નર્સરીની શરૂઆત કરાઈ છે. જેથી હવે ખેડૂતોને આધુનિક પધ્ધતિથી ઉછરેલા સ્વસ્થ ધરુ મળતા ખેતીમાં સારું ઉત્પાદન મળશે. સરકારના બાગાયત વિભાગ દ્વારા 30 લાખની સહાયથી છોટાઉદેપુર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલભારતી ખાતે પ્લગ નર્સરી કાર્યરત કરાઈ છે. આધુનિક વૈજ્ઞાનિક ઢબે સારી ગુણવત્તાના બિયારણનું ઉછેર કરી ધરુનું ઉત્પાદન કરાય છે.
આ નર્સરીમાં ઉછરેલા ધરુ જમીનમાં ઉછરેલા ધરું કરતાં ઉત્તમ અને નિરોગી હોય છે. કોકોપીટ, વરમીક્યુલર અને છાણીયા ખાતરના મિશ્રણને પ્લગ ટ્રે માં ભરી સ્વસ્થ ધરુનું ઉત્પાદન કરાય છે. અત્યાર સુધી છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને મોટાભાગે શાકભાજીના ધરુ લેવા માટે દૂર સુધી જવું પડતું હતું. પરંતુ હવે ઘર આંગણે સારી ગુણવત્તાનો ધરુ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.