તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 8 લોકોનાં મોત અને 3 ઘાયલ
Live TV
-
તમિલનાડુ
તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 8 લોકો મોત થયા હતા અને 3 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે અને વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે વિરુધુનગરમાં જિલ્લામાં શનિવારે વિસ્ફોટ થયો હતો. આ ઘટના વેમ્બકોટ્ટાઈ પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.
મહારાષ્ટ્ર
જ્યારે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં MIDCના ગ્રેહામ ઈન્ડિપેન્ડન્ટ પાર્કની પાછળ આવેલી બે એજન્સીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આસપાસના વિસ્તારને ખાલી કરાવ્યો હતો. આગ લાગ્યા બાદ અહીં અફડાતફડી મચી ગઈ હતી. પોલીસે લોકોને ઘટના સ્થળથી અંતર જાળવવા સૂચના આપી છે.