થોળ પક્ષી અભ્યારણમાં બે વર્ષ બાદ પક્ષી ગણતરીનો આરંભ
Live TV
-
થોળ તળાવ ખાતે 32 જેટલા પક્ષીવિદો ગણતરીમાં જોડાયા
દેશ અને દુનિયાના પક્ષી પ્રેમીઓના હ્રદયમાં , થોળ પક્ષી અભ્યારણ , વિશેષ સ્થાન ધરાવે છે. આ અભયારણ ખાતે બે વર્ષ બાદ , પક્ષી ગણતરીનો આરંભ કરવામાં આવ્યો છે. બે દિવસ ચાલનારી આ ગણતરી દરમિયાન , પ્રવાસીઓનો પ્રવેશ નિષેધ રહશે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલા થોળ તળાવ ખાતે , 32 જેટલા પક્ષીવિદો ગણતરીમાં જોડાયા છે. ગણતરીમાં સરળતા રહે તે માટે, તળાવને કુલ 8 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રત્યેક વિભાગમાં 4 પક્ષીવિદો દ્વારા , પક્ષીઓની ઓળખ અને ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે , કે થોળ ખાતે યાયાવર પક્ષીઓ ઉપરાંત , ફ્લેમિંગો સહિત રાજહંસ, વિવિધ પ્રકારના બગલા, વચેટ કાજિયો , અને નકટૉ જેવા સુંદર પક્ષીઓ , મહેમાન બનતા હોય છે