દીવમાં નન્હે હાથ કલમ કે સાથ કાર્યક્રમનું આયોજન
Live TV
-
દરેક શાળાનાં આમંત્રિત કુલ ૫૦ નોધાયેલ અનાથ અને એક જ માં કે બાપ ધરાવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી
દીવમાં નન્હે હાથ કલમ કે સાથ કાર્યક્રમનું આયોજન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક સામગ્રીનું વિતરણ રાજ્ય બાળ સુરક્ષા મંડળી, દમણ અને દીવ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન હોલમાં આયોજન કરવામાં આવ્યું.સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર સંજીવ પંડ્યાએ જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ દીવની દરેક શાળાનાં દિવ્યાંગ, અનાથ અને એક જ માં કે બાપ ધરાવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દીવની દરેક શાળાઓમાંથી કુલ ૪૬૯ બાળકો નોધવામાં આવેલ હતા. તેમાંથી આજરોજ દરેક શાળાનાં આમંત્રિત કુલ ૫૦ નોધાયેલ અનાથ અને એક જ માં કે બાપ ધરાવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે. બાકીના વિદ્યાર્થીઓને જે તે શાળામાં આપવામાં આવશે. આ શૈક્ષણિક કીટમાં કોમ્પાસ બોક્સ, લંચ બોક્સ, પેન, નોટબુક, વોટર બોટલ આપવામાં આવેલ હતા. CSR ACTIVITY હેઠળ દમણની કંપનીઓએ શૈક્ષણિક કીટ તૈયાર કરવા માટે શૈક્ષણિક વસ્તુઓ આપી સહકાર આપેલ હતો જે બદલ તેમનો પણ આભાર માનેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ કર્મચારીગણનાં પ્રયાસો થકી સાકાર થયેલ હતો.
સમાજ કલ્યાણ વિભાગ, દમણ અને દીવનાં માનનીય સચિવ સાહેબશ્રી રાકેશ મિન્હાશ, દીવનાં માનનીય કલેકટરસાહેબશ્રી સલોની રાય અને દીવનાં મામલતદાર સાહેબશ્રી સી.ડી.વાંજાનાં માર્ગદર્શન હેઠળ “નન્હે હાથ કલમ કે સાથ” કાર્યક્રમનું આયોજન દીવની દરેક શાળાનાં દિવ્યાંગ, અનાથ અને એક જ માં કે બાપ ધરાવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન હોલ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે દીવનાં માનનીય કલેકટરસાહેબશ્રી સલોની રાય, દીવના માનનીય ડેપ્યુટી કલેકટરશ્રી હરમિંદર સિંઘ, દીવના શિક્ષણ વિભાગનાં આસીસ્ટન્ટ ડાયરેક્ટ ઓફ એજ્યુકેશન ડી. ડી. મન્સુરી, સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર સંજીવ પંડ્યા, જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનાં ચેરપર્સન એ.જે. બારીયા અને સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો, દીવની દરેક શાળાનાં આમંત્રિત કુલ ૫૦ નોધાયેલ અનાથ અને એક જ માં કે બાપ ધરાવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને તેમના વાલી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં કર્મચારીઓ હાજર હતા.