જામનગરમાં 74 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થયુ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને આપી ભેટ
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા, જામનગર મહાનગર પાલિકાના 74 કરોડ ના કામો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજિત , ગણેશ મંડળો અને જૈન તપસ્વીઓ ના સન્માન સમારોહ માં હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, પર્યાવરણના સંરક્ષણ માટે પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા પર ભાર મુકયો હતો અને, પ્લાસ્ટિક-મુકત ભારતના નિર્માણ માટે, સજજ થવા ઉપસ્થિતોને આહવાન કર્યું હતું. સ્વચ્છતા અભિયાન થકી જ વિશ્વભરમાં દેશની છબી ઉજળી કરી શકાશે, એવો આશાવાદ વ્યકત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ "સ્વ-શિસ્તથી" સ્વચ્છતાનું અનુસરણ કરવા નાગરિકોને, અનુરોધ કર્યો હતો.