અરવલ્લી જિલ્લામાં કલાઉત્સવની ઉજવણી, પીએમબી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ વધાર્યું ગૌરવ
Live TV
-
મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ ની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં કલાઉત્સવની ઉજવણી કરાઇ
આગામી મહાત્મા ગાંધી 150મી જન્મ જ્યંતિની ઉજવણીના ભગરૂપે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કલાઉત્સવમાં ચાર સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું, જેમાં મોડાસાની પીર મામૂ ભાણેજ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના ધોરણ -6 ની વિધાર્થિની મેઘરેજી ફાતિમા ઝાકીરહુશેને કાવ્ય પઠનમાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે. કલાઉત્સવમાં વક્તૃત્વ સ્પર્ધામાં બીજા નંબરે બે વિધાર્થીઓ દુધમલ દાનિયા અને અલ્તાફ હુશેન દ્વિતિય નંબર પ્રાપ્ત કર્યો છે.
નિબંધ લેખન સ્પર્ધામાં ધોરણ-7 ની વિધાર્થિની ઝાઝ સાદિયા મો.સોયેબઆલમને દ્વિતિય નંબર મેળવેલ છે. જ્યારે નિબંધ લેખન માં ત્રીજા નંબરે મેઘરેજી અહદરઝા કાવ્ય લેખનમાં બીજા નંબરે પટીવાલા ઉમામા ખાલીદ અને વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ -9 ની વિધાર્થીની સુરતી અઝબા મો.સલીમે દ્વિતિય નંબર મેળવેલ છે.
અંકિત ચૌહાણ
અરવલ્લી