Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠા- થરાદના ખેડૂતે બનાવ્યુ મિની ટ્રેક્ટર

Live TV

X
  • ખેડૂત નાગજીભાઈ પટેલે પોતાના ખેતરમાં દાડમની ખેતી કરી છે

    આધુનિક યુગમાં અનેક નવી નવી ટેકનોલોજી વિકસી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના એક ખેડૂતે જાતે જ ખેતીમાં સરળતા માટે મીની ટ્રેક્ટર બનાવ્યું છે. બનાસકાંઠાના ખેડૂત નાગજીભાઈ પટેલે પોતાના ખેતરમાં દાડમની ખેતી કરી છે. દાડમના બગીચામાં ઓછી મજુરી થાય અને થોડો ખચૅ થાય એ માટે નાગજીભાઈએ છ મહિનાની મહેનતને અંતે મીની ટ્રેક્ટર તૈયાર કર્યું છે. બજારમાં આવા મિની ટ્રેકટરની કિંમત ત્રણ લાખ રૂપિયા સુધીની હોય છે પરંતુ આ ખેડૂતે પોતાની આગવી સૂઝથી નજીવી કિંમત એક લાખ અને ચાલીસ હજારમાં ખેતી કામ કરતું ટ્રેક્ટર બનાવ્યું છે. જેને જોવા માટે રોજના અનેક લોકો આવે છે અને આ ખેડૂત પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
apply