આજે પહેલુ નોરતુ , માં શૈલપુત્રીની આરાધના, જાણો ઘટ સ્થાપન વિશે
Live TV
-
શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી
નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે..
ઘટ સ્થાપના માટેના નિયમો શું છે?
- નવરાત્રીમાં જીવનના તમામ ભાગો અને સમસ્યાઓ નિયંત્રિત કરી શકાય છે.
- નવરાત્રી દરમિયાન હળવા અને સાત્વિક ખોરાક લેવો જોઈએ
- જવ અને પાણીનો નિયમિત ખાવામાં ઉપયોગ કરવો જોઇએ.
- આ દિવસોમાં તેલ, મસાલા અને અનાજ થોડું ખાવા જોઈએ
- કળશ સ્થાપન વખતે પાણીમાં એક સિક્કો મૂકો
- કળશ પર નાળિયેર મૂકો અને જળ પર માટી લગાવી જવ વાવો
- કળશ પાસે અખંડ દિવો અવશ્ય પ્રગટાવવો