Skip to main content
Settings Settings for Dark

દુર્લભ અને સૌથી ઝેરીલો આંશિક આલ્બીનો સાપ મળી આવ્યો

Live TV

X
  • સાપના જાણકારોના મતે એશિયા ખંડનો દુર્લભ એવો સફેદ (આલ્બીનો) ઝેરીલો સફેદ સાપ હોવાનું જણાવ્યું હતું.

    દેવધા ગામના ભેંસલા વજીફા ફળિયામાં હેમંતભાઇ પટેલ આંબાવાડી આવેલી છે. જે આંબાવાડીમાં સોમવાર સાંજે એક દુર્લભ સફેદ સાપે ખેડૂત પરિવારની નજરે ચઢ્યો હતો. જેને પગલે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ સફેદ સાપ દેખા દેતા જે અંગે એનિમલ સેવિંગ સોસાયટી ઉનાઈ-નવસારી ગ્રુપના બોબી નાયકનો સંપર્ક કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે દેવધા ખાતે ઘટના સ્થળે ધસી ગયા હતા. જ્યાં સાડા ત્રણેક ફૂટ લાંબો અને કુંડળી મારી બેઠેલો સાપ ચળકાટ મારતો નજરે પડ્યો હતો. સફેદ રંગ જોઈ સાપ પકડવા આવનારી ટીમમાં પણ કુતુહૂલ સર્જાયું હતું અને તેઓ પણ અચંબિત થયાં હતાં. તેમણે સાવચેતીપૂર્વક સાપને પકડી લીધો હતો. જે બાદ એનિમલ સેવિંગ્સ ગ્રુપના શૈલેષભાઈ પટેલને આ સાપના ફોટા મોકલવામાં આવ્યા હતા. જેમના દ્વારા આ સાપ આંશિક આલ્બીનો સાપ હોવાની ઓળખ થવા પામી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply