ધરમપુરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સર્પદંશ સંશોધન સંસ્થાનના નિર્માણની જાહેરાત
Live TV
-
ગુજરાત ફોરેસ્ટ્રી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા સર્પદંશ વ્યવસ્થાપન વિષય પર એક દિવસીય વર્કશોપમાં વનમંત્રીની જાહેરાત
ગાંધીનગર ખાતે ગઇકાલે ગુજરાત ફોરેસ્ટ્રી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા સર્પદંશ વ્યવસ્થાપન વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સાપની વિવિધ જાતિઓ, તેમજ સર્પદંશ અંગેના વૈજ્ઞાનિક પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ વર્કશોપ દરમ્યાન વનમંત્રી ગણપતભાઇ વસાવાએ વલસાડના ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના સર્પદંશ સંશોધન સંસ્થાનના નિર્માણની જાહેરાત કરી હતી.