Skip to main content
Settings Settings for Dark

સ્વચ્છતા સર્વેક્ષણ - દેશના 21 નોન સબર્બન રેલવે સ્ટેશનમાંથી સુરત રેલવે સ્ટેશનને પ્રથમ ક્રમાંક

Live TV

X
  • આ સર્વેમાં 20 મિલિયનથી વધુ યાત્રીઓની અવરજવર અને 300 થી 500 કરોડ સુધીની આવક હોય તેવા 21 સ્ટેશનનો સમાવેશ કરાયો હતો.

    2019ના દેશના વિવિધ સ્વચ્છ રેલવે સ્ટેશનના અલગ અલગ સર્વેક્ષણ અને મુસાફરોના ઓપિનિયન લઈને સર્વે કરાયો હતો. જેમાં 18 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો. આ તમામ બાબતોમાં સુરત રેલવે સ્ટેશન જયપુર, જોધપુરની જેમ ખરૂં ઉતર્યું હતું. દેશના 21 નોન સબર્બન રેલવે સ્ટેશનમાંથી સુરત રેલવે સ્ટેશનને પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ સર્વેમાં 20 મિલિયનથી વધુ યાત્રીઓની અવરજવર અને 300 થી 500 કરોડ સુધીની આવક હોય તેવા 21 સ્ટેશનનો સમાવેશ કરાયો હતો. જેમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે ઉધના રેલવે સ્ટેશનને પણ સ્વચ્છતા માટે અગ્ર ક્રમાંક મળ્યો છે. સમગ્ર દેશમાં 720 રેલવે સ્ટેશનનો સર્વે કરાયો હતો. જેમાં એનર્જી સેવિંગ્સ, ઓબ્ઝર્વેશન, મુસાફરોના મંતવ્ય લીધા બાદ આ ક્રમાંક અપાતો હોય છે.

    Click - https://wr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,4,268&dcd=4484&did=1570077987472E89BAE7D9A6F40BAAD98518A22CDA8D6

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply