ધોરણ દસની પરીક્ષા આપવા ગયોને પિતાનું હદસરોગથી થયું મૃત્યુ
Live TV
-
પેપર પૂર્ણ થયા બાદ પિતાની અંતિમ યાત્રામાં જોડાઇને પિતાને આપ્યો અગ્નિદાહ.
હાલ ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે સુરતની અડાજણ વિસ્તારમાં આવેલ પ્રેસિડેન્સી સ્કુલમાં ભણતો હર્ષ નામનો વિદ્યાર્થી ધોરણ દસની પરીક્ષા આપવા ગયો હતો. તે દરમ્યાન દરજીકામ કરતા તેના પિતાનું હૃદયરોગ હુમલામાં મૃત્યુ નિપજ્યું હતું. અશ્રુભીની આંખે તેણે શાળામાં પેપર આપ્યું હતું. પેપર પૂર્ણ થયા બાદ પિતાની અંતિમ યાત્રામાં જોડાઇને પિતાને અગ્નિદાહ આપ્યો હતો. પુત્રને આગળ ભણાવવાની ખેવનાને કારણે હર્ષે પરીક્ષા આપીને પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.