સહકારી મંડળીઓના હોદ્દેદારોએ સેમિનાર યોજયો
Live TV
-
સહકારી મંડળીઓ પણ સરકારની સાથે છે તેમ જણાવ્યું.
અમદાવાદ જિલ્લા સહકારી સંઘ દ્વારા આજે ટાગોરહોલ ખાતે, ક્રેડીટ સહકારી મંડળીઓના હોદ્દેદારએ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજન પંચ, ગુજરાત રાજયના ઉપાધ્યક્ષ નરહરિભાઇ અમીન, ગુજરાત રાજયના સહકારી સંઘના અધ્યક્ષ જી.કે.પંડ્યા, બી.આર.કટારા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સહકારી કાયદા, સહકારી સંગઠન વિશે માહીતી અને માર્ગદર્શન આપ્યું હતું અને સહકારી મંડળીના કાર્ય, કઇ રીતે સરળતાથી કરી શકાય, તે વિશે પણ દશરથભાઇ પટેલે માહીતી આપી હતી અને મોદી સરકાર દ્વારા, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ઝુંબેશમાં, સહકારી મંડળીઓ પણ સરકારની સાથે છે તેમ જણાવ્યું હતું.