Skip to main content
Settings Settings for Dark

મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે નાયતવાડા ખાતે વીજ કરંટથી અવસાન પામેલા વારસદારને રૂ. ચાર લાખની સહાય ચુકવાઇ

Live TV

X
  • ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે નાયતવાડા ખાતે વીજળીના થાંભલામાંથી વીજ કરંટ લાગતાં રમેશભાઇ માધાભાઈ ઠાકોરનું સ્થળ પર મૃત્યુ થયું હતું.

    શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે આજ રોજ નાયતવાડા ખાતે ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે તારીખ ૨૨.૦૭.૧૭ ના રોજ નાયતવાડા ખાતે વીજળીના થાંભલામાંથી વીજ કરંટ લાગતાં રમેશભાઇ માધાભાઈ ઠાકોરનું સ્થળ પર મૃત્યુ થતાં તેમનાં ધર્મપત્ની ભાનુબેન ઠાકોરને રૂ. ચાર લાખનો ચેક એનાયત કર્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ દુઃખની લાગણી સાથે જણાવ્યું હતું કે, આવા આકસ્મિક મૃત્યુ થાય ત્યારે રાજ્ય સરકાર ખુબ સહાયની લાગણી દાખવતી હોય છે ત્યારે મહેસૂલ વિભાગની કુદરતી આપત્તિ વિભાગ દ્વારા તાલુકા પંચાયત, રાધનપુર દ્વારા આ ચેક આપવામાં આવ્યો છે. જે ઘણા ટૂંકાગાળામાં આ મદદરૂપ થવા બદલ વહીવટીતંત્રનો આભાર માની સમાજના તેમજ ગ્રામજનોને સહાય થવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેશુભા પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સંગઠનના પોપટજી ઠાકોર, સુરેશભાઈ, નાયબ ડી.ડી.ઓ. ચૌહાણ, મામલતદારશ્રી એ.ટી.રાઠી, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એચ.ચૌધરી, તેમજ સંગઠનના હોદ્દેદારો, સરપંચ રબારી જયોત્સનાબેન તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply