સાબરકાંઠાના પોશીનામાં ભરાતા ચિત્ર-વિચિત્ર મેળાની ખાસ વાત
Live TV
-
પોશીનામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો, મૃત્યુ પામેલા સ્વજનોને યાદ કરી રડે છે આદિવાસી સમાજના લોકો
સામાન્ય રીતે મેળો એટલે એક પ્રકારનો ઉત્સવ, ઉજવણીનો પ્રસંગ હોય પણ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ ગુણ ભાંખરી ગામે આ બધાથી અલગ ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે. જ્યાં આદિવાસી લોકો પોતાના સ્વજનોને યાદ કરી પોક મૂકીને રડે છે. જ્યારે યુવાન હૈયા પાન ખવડાવી લગ્નના તોરણે બંધાય છે. ફાગણી અમાસના દિવસે રાજસ્થાન સહિત આ વિસ્તારના આદિવાસી લોકો અહીં મોડી સાંજથી આવી પહોંચે છે. વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ, પોતાના સ્વજનોને યાદ કરી રડી લે છે. આ પ્રાચીન મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો તેમજ બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ સહિતના આદિવાસી લોકો આવે છે. મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ ચિત્ર-વિચિત્ર મેળો અસલ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી જાય છે.