અમદાવાદમાં ફાગ મહોત્સવનું કરાયું આયોજન
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વિકાસમાં રાજસ્થાનના લોકોની ભાગીદારીને બિરદાવ્યા.
અમદાવાદની પ્રતાપ સેના અને રાજસ્થાન યુવા મંચ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વિકાસમાં રાજસ્થાનના લોકોની ભાગીદારીને બિરદાવી હતી, અને મહારાણા પ્રતાપ અને વીર ભામાશાની ખુમારીને યાદ કર્યાં હતાં. મુખ્યમંત્રીએ દરેકના જીવનમાં ફાગોત્સવના રંગોની જેમ સમૃધ્ધિ ખીલે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે રાજસ્થાનીઓના સુમેળથી આજે અમદાવાદમાં મિનિ રાજસ્થાન ઊભું થયું છે. આ તકે સીએમએ કન્યા કેળવણી માટેના રૂ પાંય લાખના ચેક પણ સ્વીકાર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વમંત્રી નિર્મલા વાધવાણી, ધારાસભ્ય જગદીશ પંચાલ સહિત રાજસ્થાની સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.