નવસારીના દુધિયા તળાવનો બદલાશે રંગ-રૂપ, 2.25 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન
Live TV
-
નવસારી નગરપાલિકા દ્વારા રૂ. 2.25 કરોડના ખર્ચે દુધિયા તળાવ વિહાર ઉદ્યાન બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી છે. 800 મીટરનો વૉક વે, સિનિયર સિટિઝન ક્લબ, દિવ્યાંગો માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્ય સરકારની આગવી ઓળખ યોજના અંતર્ગત નવસારી નગરપાલિકા દ્વારા રૂ. 2.25 કરોડના ખર્ચે દુધિયા તળાવ વિહાર ઉદ્યાન બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત જોગિંગ ટ્રેક તથા ગાડૅનનું નિર્માણ કરી ધારાસભ્ય પીયૂષ દેસાઈના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું. નગરજનોને બારેમાસ પાણી મળી રહે એ માટે નવસારીમાં મધુર જળ યોજના અને ભૂગર્ભ ગટર યોજના કાર્યરત હતી. ત્યારે રાજ્ય સરકારની સર્વાંગી વિકાસ તથા આગવી ઓળખ યોજના અંતર્ગત દુધિયા તળાવનું બ્યુટિફિકેશન કરાયું છે. જેમાં 800 મીટરનો વૉક વે તેમજ સિનિયર સિટિઝન ક્લબની રચના કરવામાં આવી છે. ઉપરાંત, દિવ્યાંગો માટે પણ અલાયદી વ્યવસ્થા કરાઈ છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા, પાલિકા પ્રમુખ અલ્કાબેન દેસાઈ, સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નજરાણું હાલ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.