ગુજરાત સરકાર દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટર્સ ફેસેલીટેશન પોર્ટલ શરૂ કરાયુ
Live TV
-
રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને કાર્યાલયોમાં લેવા પડતા પરવાના અને મંજુરીઓ તેમજ સરકાર તરફથી મળતી વિવિધ સહાયની ૬૪ પ્રકારની અરજીઓ આ પોર્ટલ મારફતે કરી શકાય છે.
સરકાર તરફથી ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટર્સ ફેસેલીટેશન પોર્ટલ શરૂ કરાવામાં આવ્યું છે. આ પોર્ટલ હેઠળ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો અને કાર્યાલયોમાં લેવા પડતા પરવાના અને મંજુરીઓ તેમજ સરકાર તરફથી મળતી વિવિધ સહાયની ૬૪ પ્રકારની અરજીઓ આ પોર્ટલ મારફતે કરી શકાય છે. આવી અરજીઓ સાથે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોડવાના રહે છે તેની વિગત પણ પોર્ટલમાં જોઈ શકાય છે. તેમજ આવા પુરાવાઓને અપલોડ કરી શકાય છે. www.ifpgujarat.gov.in પોર્ટલની સગવડતાનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩- ૧૮૪૭ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ મેળવી શકાય છે.
આ પોર્ટલના હોમપેજ ઉપર જમણી બાજુ IFP-walk Through Video મુકવામાં આવેલ છે જેમાં ઓડિયો/વિડિયો દ્વારા પોર્ટલ પર કઈ રીતે રજીસ્ટ્રેશન કરવુ તેની વિગતો આપવામાં આવેલી છે જેનો કોઇ પણ વ્યકતી અભ્યાસ કરી શકે છે.