Skip to main content
Settings Settings for Dark

ધ્રાંગધ્રામાં 70મો વન મહોત્સવ યોજાયો, પર્યાવરણનું જતન કરવા અપીલ

Live TV

X
  • વધુને વધુ વૃક્ષો વાવવા અને બાળકોને તેનું મહત્વ સમજાવવા અનુરોધ કરાયો

    ધ્રાંગધ્રા આદર્શ નિવાસી શાળામાં  70મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં  ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વૃક્ષનું વાવેતર કરી સાથે જતન પણ કરી જેથી આપણે વાવેલું વૃક્ષ એક વટવૃક્ષ બને અને આપણી આવનારી પેઢીને ફાયદાકારક થાય હાલમાં વધુ ગરમી પડી રહી છે. અને વરસાદ ઓછો પડે અથવા જરૂરીયાત કરતા વધુ પડે તેવી પરિસ્થિતિ છે. અને સમગ્ર વિશ્વ તેનો અહેસાસ કરી રહ્યું છે.  ત્યારે લોકો આગળ આવે અને પોતાના પરિવારમાં આવતા યાદગાર પ્રસંગ જેવા કે જન્મદિવસ, લગ્ન કે કોઈ સારા કાર્ય માટે આપણે વૃક્ષોનું વાવેતર કરી અને તેનું જતન પણ કરી આ ફરજ આપણા બધાની છે. લોકો પણ આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવેલ જ્યારે ફોરેસ્ટના અધિકારી દ્વારા વૃક્ષનું શુ મહત્વ છે તેમજ આ વિસ્તારમાં વધુ વૃક્ષોનું વાવેતર જરૂરી છે.  અને આપણે આપણા જિલ્લાને અને રાજ્યને ગ્રીન ગુજરાત બનાવી અને તે માટે લોકોનો સહકાર આપવા માટે આગળ આવે તે ખુબજ જરૂરી છે.અને હાલ માં વિશ્વમાં જે ગ્લોબલની જે પરિસ્થિતિ છે. જે આપણી આવનારી પેઢીને વધુ તકલીફ ન પડે તે માટે હાલમાં રાજ્યમાં વિવિધ જગ્યાએ વન મહોત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યા છે. વૃક્ષ હોવાથી જમીનનું ધોવાણ અટકશે પર્યાવરણની જાળવણી કરી શકી. હાલમાં જિલ્લામાં 43 લાખ જેટલા વૃક્ષો છે. અને હજી પણ તે સંખ્યા વધે તે માટે આપણે આગળ આવી. અને તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે તે માટે અપીલ લોકોને કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નાયબ કલેકટર ,મામલતદાર ઉપસ્થિત હતા. સાથેના સામાજિક વનીકરણ અધિકારી તેમજ ઘુડખર અભયારણ્યના અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના ધ્રાંગધ્રાના ધારાસભ્ય  તેમજ મહાનુભાવોએ વૃક્ષ રોપણ પણ કરેલ.  અને વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ ગરમી આ જિલ્લામાં હોય છે. અને તેની સામે આપણે અને સરકાર બંને સાથે મલી ને પર્યાવરણ નું જતન કરી અને તે માટે આપણે આગળ આવી તેવી અપીલ કરવામાં આવી હતી.બાળકો વૃક્ષોનું મહત્વ શુ છે. અને તેની જાણવણી કેવી રીતે કરવી તે  માટે વન વિભાગ દ્વારા  પુસ્તક નું વિતરણ કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply