Skip to main content
Settings Settings for Dark

બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોના પીવાના પાણીનો પ્રશ્ન કરાયો દૂર

Live TV

X
  • સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું અને તે પાણી સુખભાદર ડેમમાં નાખવામાં આવતા પાણીની સમસ્યા થઈ દૂર

    રાણપુર શહેરમાં પીવાના પાણી તંગી સર્જાતા આખરે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સમસ્યાને ધ્યાને લઈ સુખભાદર ડેમમાં કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું. ડેમમાં પાણી છોડવામાં આવતા રાણપુર ના લોકોના પીવાના પાણી નો પ્રશ્ન થશે દુર .

    બોટાદ જિલાના રાણપુર તાલુકાને પાણી પુરુ પાડતા સુખભાદર ડેમમાં પાણી ખાલી થતા રાણપુર શહેરના લોકોને પીવાના પાણીની વિકટ પરીસ્થિતિ સર્જાય હતી. અને જેના કારણે રાણપુર સરપંચ દ્વારા ઉપવાસ આદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે રાણપુર શહેર જે આશરે ૨૫ હજારની વસ્તી ધરાવે છે ત્યારે લોકોના પીવાના પાણીની સમસ્યાને ધ્યાને લઈ બોટાદ જિલા કલેકટર દ્વારા તાકીદે ઉપર લેવલે વાત કરી સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું અને તે પાણી સુખભાદર ડેમમાં નાખવામાં આવ્યું હતું ,જેના કારણે રાણપુરને જે પીવાના પાણીની પરીસ્થિતિ સર્જાય હતી તે હવે દુર થઈ હતી. અને લોકોને પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો હતો અને લોકોને સમય સર પાણી આપવાનું શરુ કરવામાં આવ્યું હતું .

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply