ભારતનાં પ્રથમ મહિલા તબીબ આનંદી જોશીને ગૂગલની અનોખી અંજલિ
Live TV
-
મહારાષ્ટ્રમાં જન્મેલા આનંદી ગોપાલરાવ જોશીએ 19 વર્ષની વયે અમેરિકામાં 1884માં મેડિકલનો અભ્યાસ શરુ કર્યો હતો
ભારતનાં પ્રથમ મહિલા ડોક્ટર આનંદી ગોપાલરાવ જોશી 1865થી 1887ની આજે 153મી જન્મજયંતિ છે. આ નિમિત્તે ગૂગલે ખાસ ડૂડલ દ્વારા તેમને અંજલિ આપી હતી. આનંદી જોશીનો જન્મ 31 માર્ચ, 1865ના રોજ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણમાં થયો હતો. તેમણે 19 વર્ષની વયે અમેરિકામાં મેડિકલનો અભ્યાસ શરુ કર્યો હતો. તેમનાં પતિ ગોપાલરાવ થાણેમાં પોસ્ટલ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા.
14 વર્ષની વયે આનંદીએ પુત્રને જન્મ આપ્યો હતો પણ બીમારીને કારણે માત્ર દસ દિવસમાં નવજાત શીશુનું મૃત્યું થયું હતું. પૂરતી તબીબી સારવારના અભાવે પુત્રનું મોત થતા આનંદીએ મેડિકલનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના પતિ ગોપાલરાવ ઉદારવાદી અને આધુનિક વિચારસરણી ધરાવતા હતા. તેમણે અમેરિકાની એક મિશનરી સંસ્થાન પત્ર લખીને આનંદીને મેડિકલના અભ્યાસમાં રુચિ હોવાનું જણાવી માર્ગદર્શન માગ્યું હતું. વર્ષ 1883માં આનંદી અમેરિકા પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે પેન્સિલવેનિયામાં મહિલાઓ માટેની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને તબીબી અભ્યાસ કર્યો હતો.
1886માં જ્યારે તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 1887માં માત્ર 22 વર્ષની વયે ટીબીના કારણે આનંદી જોશીનું અવસાન થયું હતું.