જૂનાગઢના પેઢલા ગામે વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા
Live TV
-
ખેતીની દ્રષ્ટીએ ચૈત્ર માસથી નવા વર્ષનો પ્રારંભ ગણાય છે. ત્યારે વરસાદની દ્રષ્ટીએ નવું વર્ષ કેવુ રહેશે તે માટે વરસાદનો વર્તારો જોવામાં આવતો હોય છે.
ખેતીની દ્રષ્ટીએ ચૈત્ર માસથી નવા વર્ષનો પ્રારંભ ગણાય છે. ત્યારે વરસાદની દ્રષ્ટીએ નવું વર્ષ કેવુ રહેશે તે માટે વરસાદનો વર્તારો જોવામાં આવતો હોય છે. જૂનાગઢના પેઢલા ગામે વર્તારો કાઢવાની અનોખી પરંપરા દાયકાઓથી ચાલી આવી છે. જેમાં ગામના ક્ષત્રિયો દ્વારા રામધનુષ ચડાવવામાં આવે છે. સગા મામા અને ભાણેજ દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવે છે. દર વર્ષે રામનવમીના દિવસે બપોરે પવિત્ર થઈ મામા અને ભાણેજ ઉભા તીરની પાસે સામસામે ઉભા રહે છે. બંને પાસે એક એક વાંસની લાકડી હોય છે. કમર પાસે રાખેલી આ લાકડી પર એક પર લાલ અને બીજી પર કાળી પટ્ટી બાંધેલી હોય છે. લાલ લાકડી શુકનવંતી મનાય છે. અને કાળી વિઘ્નરૂપી. સ્થાનિકોની શ્રધ્ધા અનુસાર થોડી જ વારમાં આ બંને લાકડીઓ આપોઆપ વળે છે.જે લાકડી પહેલા તીરને સ્પર્શે તે પ્રમાણે વર્ષનો વરસાદ કેવો રહેશે તે અંગેનો વર્તારો નીકળે છે. ત્યારે આ વર્ષે આ પરંપરા અનુસાર વર્ષ સારુ થવાની આશા ગામલોકો સેવી રહ્યા છે.