જૂનાગઢની ગિરી કંદરામાં યોજાતા પ્રાગેતિહાસિક શિવરાત્રી મેળાનો પ્રારંભ
Live TV
-
જૂનાગઢની ગિરી કંદરામાં યોજાતા પ્રાગેતિહાસિક એવા શિવરાત્રી મેળાનો શુક્રવારથી પ્રારંભ થયો છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા ભવનાથમાં યોજાતા આ શિવરાત્રી મેળામાં પાંચથી આઠ લાખ શ્રધ્ધાળુઓ ઉમટે છે. મહાવદ નોમથી તેરસ સુધી ચાલતા આ ધર્મ મેળામાં દેશના ખૂણે-ખૂણેથી વિવિધ અખાડા અને સંપ્રદાયના સાધુઓ ઉમટે છે. અહીંનું મુખ્ય આકર્ષણ નાગા બાવા છે. શરીરે ભસ્મ અને લલાટે ત્રિપુંડ તાણી નીજાનંદમાં રહેતા નાગા બાવાઓ માટે વાયકા છે કે, શિવરાત્રીના મેળા દરમિયાન જ તેઓ દેખાય છે. કહે છે કે, આ બાવાઓ ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે તેના વિશે કોઈ નથી જાણતું. હર હર મહાદેવ અને બમ બમ ભોલે ના જય ઘોષથી વાતાવરણ પવિત્ર બનશે. ઉલ્લેખનીય છે કે, ભક્તિ પ્રસાદની આહલેક જગાવતા 300થી વધુ અન્ન ક્ષેત્ર કાર્યરત છે.