શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવા DSO દ્વારા ઉગ્ર વિરોધ
Live TV
-
શિક્ષણ પદ્ધતિમાં અમલી સેમેસ્ટર પદ્ધતિને નાબૂદ કરવા માટે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશને ઉગ્ર વિરોધ દર્શાવ્યો. તેમનું કહેવું છે કે, સેમેસ્ટર પદ્ધતિથી વિદ્યાર્થીઓ માનસિક રીતે હતાશ થાય છે.
ગુજરાતમાં વર્ષ 2011થી ઉચ્ચ શિક્ષણમાં સેમેસ્ટર પ્રથા ચાલી રહી છે, તેની સામે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. DSOના જનરલ સેક્રેટરી રિમ્મી વાઘેલાએ, સેમેસ્ટર પ્રથાને વિદ્યાર્થીઓના વિકાસ માટેની અવરોધક ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સેમેસ્ટર પ્રથાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પુરતો સમય મળતો નથી, અને વિદ્યાર્થીઓ સતત માનસિક તણાવ અનુભવતા હોય છે. સેમેસ્ટર પદ્ધતિથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં પણ ગંભીર અસરો થાય છે. તેમણે રાજ્ય સરકારને વિદ્યાર્થીઓના હિતમાં સેમેસ્ટર પ્રથા અંગે પુનઃ વિચારણા કરવા અનુરોધ કર્યો હતો.