'નર્મદે, સર્વદે' રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાનો 'હાઉ' ટળ્યો
Live TV
-
નર્મદા આધારિત 10 હજાર ગામડાં અને 167 નગરને મળી રહેશે પાણી : CM વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી આપવા અંગે આભાર વ્યક્ત કર્યો છે. વિજય રૂપાણીએ આ સંદર્ભે જણાવ્યું કે, આ પરવાનગી મળતા રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે. નર્મદા આધારિત પાણી મેળવતા 10 હજાર જેટલા ગામો અને 167 નગરોને, આના પરિણામે 31 જુલાઈ 2018 સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા રહેશે નહિ. મુખ્યમંત્રીએ ગુજરાતના હિતના આ નિર્ણય માટે સંબંધિત રાજ્યો - રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો છે.