શિક્ષણમાં સુધારો કરવા માટે મુખ્યમંત્રીએ સાયન્સ મોબાઇલ વાનનું લોકાર્પણ કર્યું
Live TV
-
આ વાન સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાંની સરકારી શાળામાં કામે લગાડાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 6 ઝોનના સરકારી શિક્ષણમાં સુધારો કરવા માટે સાયન્સ મોબાઇલ વાનનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં શૈક્ષણિક મોબાઇલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વાન સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ઝોન, મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાંની સરકારી શાળામાં કામે લગાડાશે. આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી શાળાઓનું શિક્ષણ ઉચ્ચકક્ષાનું બનાવવાના હેતુથી આ સાયન્સ મોબાઇલનું લોકાર્પણ કરાયું છે. તેમજ આજના આ દિવસે શિક્ષણ અધિકારીઓ સાથેની ચિંતન શિબિરમાં શિક્ષણમાં મહત્તવના સુધારા તેમજ નવી શિક્ષણનીતિ ઘડવા વિશે ચિંતન કરાયું હતું.