Skip to main content
Settings Settings for Dark

ભારતના સૌ પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

Live TV

X
 • મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આવેલ વિશ્વના ત્રીજા સૌથી મોટા અને ભારત દેશમાં સૌ પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ ડાયનાસોર મ્યુઝિયમને ખુલ્લુ મૂકતાં આ સ્થળના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ બનાવવા માટે દસ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.

  મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આવેલ વિશ્વના ત્રીજા સૌથી મોટા અને ભારત દેશમાં સૌ પ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ ડાયનાસોર મ્યુઝિયમને ખુલ્લુ મૂકતાં આ સ્થળના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ બનાવવા માટે દસ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.તેમણે જણાવ્યુ હતું કે આ પાર્કની વિશ્વએ નોંધ લેવી પડશે. દુનિયાભરના સંશોધકો અહીં આવશે. પ્રવાસનને વેગ મળતાં સ્થાનિક રોજગારી વધશે. આ ડાયનોસોર મ્યુઝિયમમાં પ્રાગ ઐતિહાસિક થીમ પર  જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતાં નાના  લગભગ 50 જેટલા સ્કલ્પચર્સ બનાવીને  ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જે યુગ પૂર્વેના ડાયનોસોરના અંદાજિત આકાર અને અને કદનું વર્ણન કરે છે. વિભિન્ન 10 ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝિયમ  એક સઘન માહિતી કેન્દ્ર સમાન જોવા મળશે. આ મ્યુઝિયમમાં ડિજિટલ, પ્રિન્ટ અને સ્ટેટિક સ્વરૂપે વિવિધ ભારતીય તેમજ વૈશ્વિક ડાયનોસોરની પ્રજાતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અતિઆધુનિક ટેકનોલોજીના માધ્યમથી મુલાકાતીઓ પ્રાગ - ઐતિહાસિક યુગની સફર કરશે. આ મ્યુઝિયમમાં એક ક્ડિઝ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના લીધે ડાયનોસોરને સમજવા માટે યુવા માનસને જરૂરી જિજ્ઞાસુ વાતાવરણ મળી રહેશે. આ અવસરે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 17-09-2019 Max Temp : °C Min Temp : °C
  • 18-09-2019 Max Temp : °C Min Temp : °C
  • 19-09-2019 Max Temp : °C Min Temp : °C
  • 20-09-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-09-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-09-2019 Max Temp : °C Min Temp : °C
apply