ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના સૌપ્રથમ ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ
Live TV
-
ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના સૌપ્રથમ ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ થયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતા દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે.
આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે પરંતુ તેની સાથે કાર્બન ઉત્સર્જન ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ થઇ શકશે. આત્મનિર્ભરતા અને ડિજિટલાઈઝેશન ક્ષેત્રે ઊંચી ઉડાન ભરીને માહી ડેરીએ અન્યો માટે રાહ ચિંધ્યો છે. ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો NDDB ના ચેરમેન ડો.મીનેશ શાહ એ શુભારંભ કરાવ્યો હતો.